Swami Vivekananda Suvichar in Gujarati | સ્વામી વિવેકાનંદ સુવિચાર

સવારે માત્ર એક સકારાત્મક વિચાર તમારો આખો દિવસ બદલી શકે છે.
તેથી અમે તમારા માટે સ્વામી વિવેકાનંદ સુવિચાર (Swami Vivekananda Gujarati suvichar) લાવ્યા છીએ.

સ્વામી વિવેકાનંદ સુવિચાર

swami Vivekananda suvichar in Gujarati

1) એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી.

2) એષણા સમુદ્રની જેમ હંમેશા અતૃપ્ત રહે છે. તેને સંતોષવાનો પ્રયત્ન કરવાથી અશાંતિ વધે છે.

3) આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.

4) ઊઠો,
બહાદુર અને મજબૂત બનો,
પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો.

5) કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે.

6) આપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો,
શબ્દ ગૌણ છે,
વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે.

સ્વામી વિવેકાનંદ સુવિચાર

7) આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે,
તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે.

8) જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી.

9) જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ,
સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.

10) સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.

11) જીવ એ શિવ છે,
તેનો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં,
પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવ સ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ.

12) જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે.

13) હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.

14) સૌને સમાન નજરે જુઓ એજ આપણો ધર્મ છે.

15) શુદ્ધ પ્રેમનો કોઈ હેતુ નથી. તે મેળવવા માટે કંઈ નથી.

swami Vivekananda suvichar in Gujarati

16) પાછળ જોશો નહીં - આગળ, અનંત ઊર્જા, ઉત્સાહ, હિંમત અને અનંત ધૈર્ય - તો પછી એકલા મહાન કાર્યો સિદ્ધ થઈ શકે છે.

Note: This Article Originally Published on Stamount.